ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યવાદ

From Ekatra Wiki
Revision as of 12:32, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કાવ્યવાદ (Poetism)'''</span> : માર્ક્સવાદી સિદ્ધાન્તકાર કરી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કાવ્યવાદ (Poetism) : માર્ક્સવાદી સિદ્ધાન્તકાર કરીલ તીગે (Karel Teige) આ વાદનો પુરસ્કાર કર્યો. એમના આ વાદ મુજબ કવિએ શહેરીજીવનના ઇન્દ્રિયજન્ય આનંદોને અને શહેરીજીવનના નવા યાંત્રિક અનુભવોને નિરૂપ્યા. આ વાદે શ્લેષમાં વ્યક્ત થયેલ કાવ્યશબ્દનો અને અન્ય શબ્દરમતનો પણ સ્વીકાર કરેલો. દાદાવાદ અને ઇટાલિયન ભવિષ્યવાદથી પ્રભાવિત આ વાદ છેવટે ઝેક પરાવાસ્તવવાદમાં ભળી ગયો. ચં.ટો.