ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાસાહિત્ય
Revision as of 05:05, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાસાહિત્ય (Paraliterature)'''</span> : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય...")
પરાસાહિત્ય (Paraliterature) : શિષ્ટ સાહિત્ય સાથે સામ્ય હોવા છતાં કેટલાક સાહિત્યને ઉપસાહિત્ય ગણીને શિષ્ટસાહિત્યની નિકટવર્તી સીમાઓ પર ખસેડવામાં આવે છે; આ પરાસાહિત્ય છે. એમાં લોકપ્રિય એવાં નવલકથા અને નાટ્યસાહિત્યનાં સ્વરૂપો, બાળકોની સાહસકથાઓ-રહસ્યકથાઓ, અશ્લીલ સાહિત્ય, ટેલિવિઝન અને રેડિયો-નાટકો વગેરનો સમાવેશ કરવામાં આવે છે.
ચં.ટો.