ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિનિર્દેશ

From Ekatra Wiki
Revision as of 09:15, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિનિર્દેશ(Cross Reference)'''</Span> : બહુધા કોશસાહિત્યમાં વપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રતિનિર્દેશ(Cross Reference) : બહુધા કોશસાહિત્યમાં વપરાતી સંજ્ઞા. કોશ કે પુસ્તકમાં સ્વીકૃત શાસ્ત્રીય પદ્ધતિએ મુકાયેલી સામગ્રી સુધી પહોંચવામાં તેમજ વધુ માહિતી મેળવવામાં વાચકને મદદ મળે એ હેતુથી સામગ્રીના રૂઢ-પ્રચલિત નામની સામે શાસ્ત્રીય નામ દર્શાવવાની વ્યવસ્થાને પ્રતિનિર્દેશ કહે છે. જેમકે ‘સુન્દરમ્’ : જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ અથવા ગાંધીયુગ : જુઓ, ગુજરાતી સાહિત્ય. હ.ત્રિ.