ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિનિર્દેશ
Jump to navigation
Jump to search
પ્રતિનિર્દેશ(Cross Reference) : બહુધા કોશસાહિત્યમાં વપરાતી સંજ્ઞા. કોશ કે પુસ્તકમાં સ્વીકૃત શાસ્ત્રીય પદ્ધતિએ મુકાયેલી સામગ્રી સુધી પહોંચવામાં તેમજ વધુ માહિતી મેળવવામાં વાચકને મદદ મળે એ હેતુથી સામગ્રીના રૂઢ-પ્રચલિત નામની સામે શાસ્ત્રીય નામ દર્શાવવાની વ્યવસ્થાને પ્રતિનિર્દેશ કહે છે. જેમકે ‘સુન્દરમ્’ : જુઓ, લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ અથવા ગાંધીયુગ : જુઓ, ગુજરાતી સાહિત્ય.
હ.ત્રિ.