ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિફલિત-ન્યાય
Revision as of 09:33, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિફલિતન્યાય'''</span> (Nemesis) : વિદ્વેષની ગ્રીક દેવીના...")
પ્રતિફલિતન્યાય (Nemesis) : વિદ્વેષની ગ્રીક દેવીના નામ પરથી આવેલી સંજ્ઞા. આ સંજ્ઞા કરુણ-કવિન્યાય (Tragic Poetic Justice)ના સિદ્ધાન્તમાં પ્રયોજાય છે. આ સિદ્ધાન્ત પ્રમાણે આસુરી તત્ત્વો પોતાના જ કારણે પતન પામે છે.
પ.ના.