ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશસ્તિકાવ્ય
Revision as of 11:04, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રશસ્તિકાવ્ય'''</span> : પોતાના ‘કાવ્યાલંકાર’ નામક ગ...")
પ્રશસ્તિકાવ્ય : પોતાના ‘કાવ્યાલંકાર’ નામક ગ્રન્થના સોળમા અધ્યાયમાં કાવ્યભેદોની સ્પષ્ટતા કરતાં આચાર્ય રુદ્રટે ‘પ્રશસ્તિકાવ્ય’ ભેદનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજકુલનું યશોગાન થતું હોય છે.
ચં.ટો.