ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધ
વિરોધ : વાસ્તવિક વિરોધ ન હોવા છતાં પણ વિરોધ હોય એ રીતે કથન કરવામાં આવે તે વિરોધ અલંકાર કહેવાય. અહીં વિરોધનો આભાસ સર્જીને તે દ્વારા કોઈ સત્યની રજૂઆત કરાય છે. ‘પણ’ શબ્દનો પ્રયોગ કરવાથી વિરોધ શબ્દ બને છે અને તેના અભાવમાં તે આર્થ હોય છે. જેમકે, ‘હે રાજા, તારી સમક્ષ પર્વતો ઊંચાઈરહિત છે, પવન ગતિરહિત છે, સમુદ્રો ગંભીરતા વિનાના છે અને પૃથ્વી લઘુ છે.’ જ.દ.