ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રીતીસુખાન્તિકા

From Ekatra Wiki
Revision as of 15:15, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રીતિસુખાન્તિકા(Comedy of Manners)'''</span> : આ પ્રકારનાં નાટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રીતિસુખાન્તિકા(Comedy of Manners) : આ પ્રકારનાં નાટકો કોઈ એક ચોક્કસ સમાજ-વ્યવસ્થાનાં પાત્રોની વર્તણૂક અને તેમના આચાર-વિચારની લાક્ષણિકતાઓને કેન્દ્રમાં લઈને લખાય છે. સામાન્ય રીતે અહીં મધ્યમ અને ઉપલા વર્ગના સમાજનું ટીકાત્મક ચિત્રણ સૂક્ષ્મ વિનોદના આવિષ્કાર દ્વારા કરવામાં આવે છે. ઇંગ્લૅંડમાં ઓગણીસમી સદીની ‘રેસ્ટોરેશન કૉમેડી’નાં ઘણાં નાટકો આ પ્રકારનાં નાટકો હતાં. કોન્ગ્રીવ, ઓસ્કર વાઇલ્ડ વગેરેએ આ પ્રકારનાં નાટકો આપ્યાં. પ.ના.