ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેષ્ટનલેખન
Revision as of 09:04, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વેષ્ટનલેખન(Blurb)'''</span> : પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સ...")
વેષ્ટનલેખન(Blurb) : પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સામગ્રી અંગેનું છપાતું સંક્ષેપ લેખન. આ લેખન, જાહેરાતના પ્રકારનું મોટેભાગે ઉત્સાહી અને અતિશયતાભર્યું હોય છે. કોઈ સમતોલ અવલોકનનો એના પર મદાર બાંધી શકાય નહિ. અપેક્ષિત ખરીદનારને એમાંથી પુસ્તક અંગેની માહિતી મળી રહે છે. આ સંજ્ઞાની શોધ અમેરિકન લેખક ગેલેટ બર્જિસે(Gelett Burgess) કરી છે.
હ.ત્રિ.