કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૭. માનવીનું હૈયું
Revision as of 12:18, 14 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. માનવીનું હૈયું | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> મ...")
૧૭. માનવીનું હૈયું
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અ બો લ ડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી ફરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?
મુંબઈ, ૨૮-૧૦-૧૯૩૭
(સમગ્ર કવિતા, પૃ. ૧૬૮)