ઋણાનુબંધ/એટલે…

From Ekatra Wiki
Revision as of 16:28, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એટલે…|}} <poem> ઘર છે એટલે બારીઓ છે એટલે આકાશ છે એટલે પક્ષીઓ ઊડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એટલે…


ઘર છે
એટલે બારીઓ છે એટલે આકાશ છે
એટલે પક્ષીઓ ઊડે છે એટલે પતંગ ચગે છે
એટલે કિલકિલાટ છે એટલે દોડાદોડ છે
એટલે બાળક પડે છે એટલે લોહી દડે છે
એટલે રુદન છે એટલે મા દોડી આવે છે
એટલે પ્રેમ છે એટલે પ્રાર્થના છે
એટલે આજ છે એટલે કાલ છે.