ઋણાનુબંધ/મારું ગણિત

Revision as of 16:29, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારું ગણિત|}} <poem> પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી હું નથી. અન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મારું ગણિત


પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી
હું નથી.
અને
એટલે જ
પતિના અવસાન પછી
મૂરઝાયેલા ફૂલ જેમ
શેષ આયુષ્ય વિતાવવાના
આપણા ઉત્કૃષ્ટ રિવાજને
હું
વધાવી શકતી નથી.

હું
સ્વર્ગે જઈશ
એવી કોઈ ગણતરી
મારા ગણિતમાં છે જ નહીં!