ઋણાનુબંધ/નિયતિ

From Ekatra Wiki
Revision as of 06:43, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિયતિ|}} <poem> પાણી જ જેનું ઘર છે સતત તરવાની ક્રિયા જ જેને લલાટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિયતિ


પાણી જ જેનું ઘર છે
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખેલી છે
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?