ઋણાનુબંધ/નિયતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિયતિ


પાણી જ જેનું ઘર છે
સતત તરવાની ક્રિયા જ જેને લલાટે લખેલી છે
એ માછલી
પાણી
કે
તરવાથી થાકતી હશે ત્યારે
ક્યાં જઈ ઠરતી હશે?