સોરઠી સંતવાણી/નાડીની શુદ્ધિ
Revision as of 11:21, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નાડીની શુદ્ધિ|}} <poem> સરળ ચિત્ત રાખી નિરમળ રે’વું ને :::: આણવુ...")
નાડીની શુદ્ધિ
સરળ ચિત્ત રાખી નિરમળ રે’વું ને
આણવું નહીં અંતરમાં અભિમાન રે,
પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને
અભ્યાસે જીતવો અપાન રે —
ભાઈ રે! રજકર્મથી સદા દૂર રહેવું ને
કાયમ કરવો અભ્યાસ રે,
પાંચે પ્રાણને એક ઘરે લાવવા
શીખવો વચનનો વિશ્વાસ રે — સરળ.
ભાઈ રે! ડાબી ઇંગલા ને જમણી પિંગલા ને
રાખવું સ્વરભેદમાં ધ્યાન રે
સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને
એમ કાયમ લેવું વ્રતમાન રે. — સરળ.
ભાઈ રે! નાડી શુદ્ધ થયા પછી અભિયાસ જાગે ને
નક્કી જાણવું નિરધાર રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
આ ખેલ છે અગમ અપાર રે. — સરળ