સોરઠી સંતવાણી/ઉપદેશનું પાત્ર

From Ekatra Wiki
Revision as of 12:22, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉપદેશનું પાત્ર|}} <poem> સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉપદેશનું પાત્ર

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને
ઈ ચાર વાણી થકી પાર રે,
સ્વપ્નામાં પણ એ ચળે નહીં ને
એ તો નિર્ભય નર ને નાર રે —
ભાઈ રે ભેદવાદીપણાનો સંશય ઢળી ગયો ને
મટી ગયો વર્ણવિકાર રે
તનમનધન પોતાનું નથી માન્યું ને
સતગુરુ સાથે એકતાર રે. — સત્ય.
ભાઈ રે એવાને ઉપદેશ તરત લાગે ને
જેખે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે
આ અલૌકિક વસ્તુ એવાને કે’જોને
નહીં તો સમજીને રહેજો સમાઈ રે. — સત્ય.
ભાઈ રે હરિગુરુ સંતને એકરૂપ જાણજો ને
રહેજો સ્વરૂપમાં લીન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય