સોરઠી સંતવાણી/પિયુજીની વાતડી
Revision as of 06:07, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પિયુજીની વાતડી|}} <poem> સખી! સાંભળ કહું એક વાતડી, સાંભળતાં લાગ...")
પિયુજીની વાતડી
સખી! સાંભળ કહું એક વાતડી,
સાંભળતાં લાગે ઘણી મીઠી રે
સખી! સતગુરુએ સબદ સુણાવિયા,
આજ તો રે અચરજ મેં દીઠી રે.
— સખી! સાંભળ કહું એક વાતડી.
સખી! ઊંચું જોઉં તો હરિ આસમાનમાં
હેરીને જોઉં તો હરિ હેઠા રે;
સખી! સૂઈને જોઉં તો ઝળકે સોડ્યમાં,
જાગીને જોઉં તો તખત પર બેઠા રે. — સખી.
સખી! પરણેલી પિયુજીને વીનવે,
કુંવારી કંથમાં શું જાણે રે;
સખી! કુંવરી રમે ઢીંગલે પોતિયે,
મોરામને શું માણે રે. — સખી.
સખી! પંડના પિયુજીની વાતડી
કોઈની આગળ નવ કેયીં રે;
સખી! આપડે રે’વું પિયુના શે’રમાં
લોચનિયે હેરી હેરી લેયી રે. — સખી.
સખી! મરજાદા મેલી વર હું વરી,
સંપત નૈ રે’ હવે છાની રે
સખી! ભાણને પરતાપે રવિ બોલિયા
મેરામને મન માની રે. — સખી.