સોરઠી સંતવાણી/કલેજા-કટારી
Revision as of 06:37, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કલેજા-કટારી|}} <poem> કલેજા કટારી રે રુદિયા કટારી રે માડી! મું...")
કલેજા-કટારી
કલેજા કટારી રે
રુદિયા કટારી રે
માડી! મુંને માવે લૈને મારી.
વાંભું ભરી મુજને મારી,
વાલે મારે બહુ બળકારી,
હાથુંની હલાવી રે. — માડી! મુંને.
કટારીનો ઘા છે ભારી,
પાટા બાંધું વારી વારી,
વૈદ ગિયા હારી રે. — માડી! મુંને.
કટારીની વેદના ભારી,
ઘડીક ઘરમાં ને બા’રી;
મીટ્યુંમાં મોરારી રે. — માડી! મુંને.
દાસી જીવણ ભીમને ભાળી;
વારણાં લીધાં વાળી વાળી;
દાસીને દીવાથી રે —
માડી! મુંને માવે લૈને મારી.