સોરઠી સંતવાણી/મ જાવ મથુરાની વાટે

Revision as of 07:25, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મ જાવ મથુરાની વાટે|}} <poem> ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે. મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મ જાવ મથુરાની વાટે

ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે.
મ જાવ મથુરાની વાટે રે.
કામરૂ મલકમાં વદ્યાઉં વેચાય છે ને
મથુરા નગરમાં હાટે હાટે રે. — મ જાવ.
મથુરા ગિયાનું તમે મુખથી કહે છો રે,
અનડાં ન ભાવે ઉચાટે રે. — મ જાવ.
નાથજી બન્યાનાં અમે ફરીએં નોધારાં રે
જાયેં જમનાં કેરી વાટે રે. — મ જાવ.
બાઈ મીરાં કે’ છે પ્રભુ ગિરધરના ગુણ,
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ.