ચૂંદડી ભાગ 2/39.લવિંગડાં લઈ લીધાં
Revision as of 07:12, 19 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|39.|}} [વિનોદ-ગીત] <poem> મેં તમને વાર્યા વીર *…ભાઈની સીમડીએ નો જાજ...")
39.
[વિનોદ-ગીત]
મેં તમને વાર્યા વીર
- …ભાઈની સીમડીએ નો જાજો માણારાજ!
ગોવાળ ધુતારા વીર!
મારા વીરનાં લવિંગડાં1 લઈ લીધાં માણારાજ!
મેં તમને વાર્યા વીર!
- ?…ભાઈને સરવરિયે નો જાજો માણારાજ!
પનિયારી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!
સાસુડી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!