કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૨. રાજહંસ
Revision as of 09:54, 13 June 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. રાજહંસ|}} <poem> સૂના આ સરોવરે આવો, {{Space}} આ રાજહંસ ! સૂના આ સરોવ...")
૨૨. રાજહંસ
સૂના આ સરોવરે આવો,
આ રાજહંસ ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
ક્ય્હા માનસર ? ક્ય્હાં અમ રંક આરો ?
ક્ય્હાં પુણ્યશ્વેત વપુ ? ક્ય્હાં ગિરિ આ અમારો ?
ઓ દેવપંખી ! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.
લીલા લ્હેકન્તા કાંઈ કંઠે મજાના,
સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં.
અમારાં નીર આ સુહાવો :
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો;
હેયાને સરોવરે આવો,
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો.
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
(જયા-જયંત, નવમી આ., પૃ. ૨૩-૨૪)