કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૨૨. રાજહંસ
Jump to navigation
Jump to search
૨૨. રાજહંસ
ન્હાનાલાલ
સૂના આ સરોવરે આવો,
આ રાજહંસ ! સૂના આ સરોવરે આવો;
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
ક્ય્હા માનસર ? ક્ય્હાં અમ રંક આરો ?
ક્ય્હાં પુણ્યશ્વેત વપુ ? ક્ય્હાં ગિરિ આ અમારો ?
ઓ દેવપંખી ! કંઈ દૈવી નથી, તથાપિ
ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો.
લીલા લ્હેકન્તા કાંઈ કંઠે મજાના,
સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં.
અમારાં નીર આ સુહાવો :
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો;
હેયાને સરોવરે આવો,
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો.
જૂનાં એ ગીતને જગાવો,
ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
(જયા-જયંત, નવમી આ., પૃ. ૨૩-૨૪)