કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૧.પર્વતને નામે પથ્થર...
Revision as of 10:24, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧.પર્વતને નામે પથ્થર...|}} <poem> પર્વતને નામે પથ્થર, દરિયાને ન...")
૨૧.પર્વતને નામે પથ્થર...
પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઇર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ પગ છે, એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે;
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
‘ઇર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી.
(ઇર્શાદગઢ, પૃ.૧૦)