કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૭.હું ને ઓચ્છવ
Revision as of 12:23, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭.હું ને ઓચ્છવ | }} <poem> આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી, બ...")
૪૭.હું ને ઓચ્છવ
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી,
બે-ની મા પણ એક જપેલી શબ્દો છડતી ડોશી.
એ કાને સાંભળતો ઓછું,
મને મોતિયો આંખે,
બન્ને જણને મળી કલ્પના
જે ઉડાડે પાંખે,
હું મારા મસ્ત અને હર હાલે સંતોષી,
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી.
ભલે શ્વાસનાં સગપણ છે,
‘પણ, શરત નથી કૈં એવી;
એકબીજાને લખેલ હૂંડી
સદા સ્વીકારી લેવી;
આમ બેને એક તાંતણે બાંધે છે ખામોશી,
આમ ગણો તો હું ને ઓચ્છવ આડોશી-પાડોશી.
૨૨-૭-’૮૮
(શ્વેત સમુદ્રો, પૃ.૧૬)