કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫૧.વ્હાલા
Revision as of 12:39, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧.વ્હાલા|}} <poem> દેહ વિશે રમમાણ છે, વ્હાલા, એ તો મારા પ્રાણ છે,...")
૫૧.વ્હાલા
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
ભાષાને મર્યાદા કેવી ?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮
(ખારાં ઝરણ, પૃ.૨૩)