કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૨૭.તારું મધમીઠું મુખ

From Ekatra Wiki
Revision as of 05:04, 16 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭.તારું મધમીઠું મુખ|}} <poem> ::તારું મધમીઠું મુખ જાણે સાતપાંચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૭.તારું મધમીઠું મુખ

તારું મધમીઠું મુખ
જાણે સાતપાંચ તારાનું ઝૂમખું
હો આમતેમ ઝૂલે
હો ઝૂલે.
કે ઘર મારું વ્હેલી પરોઢના પ્હેલા
ઉઘાડ જેવું ખૂલે !
મારું સામટુંય દુઃખ
જાણે વાયુનું પગલું શું આછું
હો આમતેમ ઊડે
હો ઊડે.
કે ગંધના ઘેલા પતંગિયા જેવું
આ મંન મને ભૂલે !
----------------------