કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૭.કવિનું મૃત્યુ
Revision as of 05:36, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭.કવિનું મૃત્યુ|}} <poem> રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હો...")
૨૭.કવિનું મૃત્યુ
રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને
ફફડતા હોઠ સુધી આવેલો
સૂકા કચડાતા પાંદડા જેવો
શબ્દોનો અસ્પષ્ટ લય
જરાક ઢોળાયો...
અને....
(બૂમ કાગળમાં કોરા, પૃ. ૭૦)