કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૨.એક વાર્તા
Revision as of 07:15, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨.એક વાર્તા|}} <poem> ઊડી ગયાં કૈં અહીંથી છોગાં. છલકાતો પિત્તળ...")
૧૨.એક વાર્તા
ઊડી ગયાં કૈં અહીંથી છોગાં.
છલકાતો પિત્તળને બેડે સૂર્ય, ગયો...
ગયું એક મોલ ભરેલું ગાડું.
પલટણ ગિલ્લી પાછળ
વકટ રેંટ મૂઠ કરતી કરતી
જતી રહી.
ઓ દૂર દૂરના લીમડા મ્હેંકે,
કો’ક ઘટા લીલુંછમ ટહુકે.
ખીજડે પ્હેર્યો ખૂંપ...
લાગલ્યો
પરવોટાની ડોશીને ભૂતકાળ સાંભર્યો.
પિત્તળના બેડા પર
પાછો કૂંણો કૂંણો સૂર્ય ઊતર્યો...
(અંગત, પૃ. ૧૪)