કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૫.ફરી વાર એક અંધારી રાત્રે

From Ekatra Wiki
Revision as of 05:39, 16 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫.ફરી વાર એક અંધારી રાત્રે|}} <poem> ફરીવાર એક અંધારી રાત્રે હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૫.ફરી વાર એક અંધારી રાત્રે

ફરીવાર એક અંધારી રાત્રે
હું આ ગામમાં આવીશ ત્યારે
પેલું દૂધનું બનેલું વાછડું એની ગાયને
ચાટતું જ હશે કે ?
પેલો
સીસમના ડિલવાળો વૃદ્ધ
ફરકડીમાં ભીંડી વીંટી વીંટી ઘડપણ સાંધે છે
અને
રોજ રોજ સામા ફળિયામાંથી
ઝઘડવા આવતી છોકરી :
ફરીવાર એક અંધારી રાત્રે
હું આ ગામમાં આવીશ ત્યારે
વૃદ્ધ મને સાંધશે ?
પેલી છોકરી મને લડશે ?
(અંગત, પૃ. ૫૭-૫૮)