કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૭.અવધૂતનું ગાન
Revision as of 04:51, 23 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭.અવધૂતનું ગાન|}} <poem> એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;...")
૭.અવધૂતનું ગાન
એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો;
હૈયે અમારે ગાનનો એક ફુવારો.
ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ :
અમારાં ગાન એ મિલનવાટ.
ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન;
તેના ઘેનમાં રે’ અમ પ્રાણ.
ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
અને એ ઊડતો સાથોસાથ.
(બારી બહાર, પૃ. ૬૨)