સોરઠિયા દુહા/2

From Ekatra Wiki
Revision as of 05:22, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|2|}} <poem> રામા! રજપૂતી તણો, આડો વાળ્યો આંક! લીધા પે’લી લાંક, (તમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


2

રામા! રજપૂતી તણો, આડો વાળ્યો આંક!
લીધા પે’લી લાંક, (તમે) દીધી દશરથરાઉત.

હે રામ! તમે તો રજપૂતીનો આડો આંક વાળ્યો; કારણ કે લંકા લીધી તે પહેલાં તો તમે એ વિભીષણને ભેટ દઈ દીધી હતી, હે દશરથ રાજાના પુત્ર!