સોરઠિયા દુહા/10
Revision as of 06:40, 20 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|10|}} <poem> બેટા જાયા કવણ ગુણ, અવગુણ કવણ મૂવાં; જો ઊભાં ઘર આપણી, ગ...")
10
બેટા જાયા કવણ ગુણ, અવગુણ કવણ મૂવાં;
જો ઊભાં ઘર આપણી, ગંજીજે અવરાં.
છતે દીકરે જો આપણી ધરતીને બીજાઓ ખૂંદી શકે, તો પછી દીકરા જન્મ્યા તેનો લાભ શું, અને મૂઆ તેની ખોટ શું?