સોરઠિયા દુહા/44
Revision as of 06:27, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|44|}} <poem> કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય; બરડા કેરી બજા...")
44
કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય;
બરડા કેરી બજારમાં, ઢળકતી આવે ઢેલ.
બરડાની કાઠિયાણી પાતળી કેડવાળી — સૌંદર્યવંતી — હોય છે, અને માથે પાણીનું બેડું મૂકીને એ રસ્તા વચ્ચેથી ચાલી આવતી હોય ત્યારે જાણે ઢેલ ડોલતી આવતી હોય એવું લાગે છે.