સોરઠિયા દુહા/58

From Ekatra Wiki
Revision as of 06:45, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|58|}} <poem> ચંગા માડુ ઘર રહે, એ તિન અવગણ હોય; કાપડ ફાટે, રિણ વધે, ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


58

ચંગા માડુ ઘર રહે, એ તિન અવગણ હોય;
કાપડ ફાટે, રિણ વધે, નામ ન જાણે કોય.

સારો માણસ ઘેર બેસી રહે તો તેનાં ત્રણ માઠાં પરિણામો આવે : એક તો એ બેઠો બેઠો લૂગડાં ફાડે, બીજું, માથે કરજ વધતું જાય, અને ત્રીજું, જગતમાં એની કીર્તિ ક્યાંય પ્રસરે નહિ.