ચંગા માડુ ઘર રહે, એ તિન અવગણ હોય; કાપડ ફાટે, રિણ વધે, નામ ન જાણે કોય.
સારો માણસ ઘેર બેસી રહે તો તેનાં ત્રણ માઠાં પરિણામો આવે : એક તો એ બેઠો બેઠો લૂગડાં ફાડે, બીજું, માથે કરજ વધતું જાય, અને ત્રીજું, જગતમાં એની કીર્તિ ક્યાંય પ્રસરે નહિ.