સોરઠિયા દુહા/90
Revision as of 09:45, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|90 |}} <poem> કાચ-કટોરો, નૈણ-જલ, મોતી, દૂધ ને મન; એતાં ફાટ્યાં નવ મળે...")
90
કાચ-કટોરો, નૈણ-જલ, મોતી, દૂધ ને મન;
એતાં ફાટ્યાં નવ મળે, લાખું કરો જતન.
કાચનું વાસણ, આંખનું તેજ, મોતી, દૂધ અને માણસનું મન — એ ચાર વાનાં ફૂટી-ભાંગી ગયા પછી ચાહ્ય તેટલી મહેનત કરો તોપણ ફરી અસલ સ્વરૂપ પામી શકતાં નથી.