કાચ-કટોરો, નૈણ-જલ, મોતી, દૂધ ને મન; એતાં ફાટ્યાં નવ મળે, લાખું કરો જતન.
કાચનું વાસણ, આંખનું તેજ, મોતી, દૂધ અને માણસનું મન — એ ચાર વાનાં ફૂટી-ભાંગી ગયા પછી ચાહ્ય તેટલી મહેનત કરો તોપણ ફરી અસલ સ્વરૂપ પામી શકતાં નથી.