સોરઠિયા દુહા/131

From Ekatra Wiki
Revision as of 11:21, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|131|}} <poem> જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં; (તો તો) ખાંપણમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


131

જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં;
(તો તો) ખાંપણમાંય ખતા, (મુંને) મરણ સજાયું નહ મળે.

હે પિયુ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયથી વિસારું તો તો મારું મોત બગડજો, મૃત્યુ વખતે મને સારી મરણપથારી પણ ન મળજો — અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો!