સોરઠિયા દુહા/136

From Ekatra Wiki
Revision as of 11:27, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|136|}} <poem> જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં; લંબી કર કર બાંય,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


136

જતે નમી વડ છાંય, (અને) ખોડી થંભ થિયાં;
લંબી કર કર બાંય, ચડે ચુડા વારીયું.

ઓહો! જ્યાં આવી છાંયડીવાળી વડ-ઘટા ઢળી હોય ત્યાં જ હું જલદી મરી જઈને ખાંભી રૂપે ખોડાઈ જવા ચાહું છું. કે જેથી ચૂડલાવાળી રમણીઓ એ મારા પથ્થર-દેહ પર પગ મેલીને હાથ લંબાવીને વડલે હીંચોળા ખાશે!