સોરઠિયા દુહા/158

From Ekatra Wiki
Revision as of 12:15, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|158|}} <poem> દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ; ધણ ત્યાં ધરતી હો ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


158

દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ;
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.

રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ, ને પિયુ અષાઢીલા મેઘ જેવો બની પ્રેમધારા વરસાવવા લાગ્યો.