દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ; ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.
રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ, ને પિયુ અષાઢીલા મેઘ જેવો બની પ્રેમધારા વરસાવવા લાગ્યો.