સોરઠિયા દુહા/159

From Ekatra Wiki
Revision as of 12:17, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|159|}} <poem> ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે; ધણ જીતી પિયુ હારિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


159

ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે;
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે.

ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.