સોરઠિયા દુહા/159

From Ekatra Wiki
Jump to navigation Jump to search


159

ત્રીજો પહેરો રેનરો, દીવડા સાખ ભરે;
ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે.

ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.