સોરઠિયા દુહા/168
[2]
બંદા બોત ન ફૂલીએ, ખુદા ખમેગો નાંહિ;
જોર જુલમ કીજે નહિ, મરત લોક કે માંહિ.
મરત લોકકે માંહિ, તુજરબા તુરત બતાવે;
જો નર કરે ગુમાન, સોઈ નર ખત્તા ખાવે.
કહે દીન દરવેશ, ભૂલ મત ગાફલ ગંદા!
ખુદા ખમેગા નાંહિ, બોત મત ફૂલો બંદા!