સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કાદુની ગોતણ

Revision as of 06:28, 6 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાદુની ગોતણ|}} {{Poem2Open}} જિંદગી એ શું માનવીનાં નિરધારેલ કાર્યો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કાદુની ગોતણ

જિંદગી એ શું માનવીનાં નિરધારેલ કાર્યોની સિદ્ધિઓનો સરવાળો છે? કે અધૂરી રઝળેલી ઉમેદોના ઑરતાનો સંગ્રહ છે? ભાગ્યવંતોને ભાગે પહેલી જાતનું જીવન આવતું હશે. સેંકડે નવ્વાણુના તકદીરમાં તો ઑરતા જ લખ્યા છે. પૂરી ગીર જોવી રહી ગઈ છે. ગીરને એક છેડેથી ઊપડી અધગાળે હાથ દઈ પાછો વળ્યો હતો. બીજો છેડો વેરાવળ બાજુ તાલાળા અને સાસણથી શરૂ થાય. એક દિવસ ત્યાં ઊતર્યો હતો. પણ એકલ સવારીએ. ભેળો દુલાભાઈનો કે ગગુભાઈનો સાથ નહોતો. તાલાળા જવું થયું હતું બહારવટિયા કાદુની ગોતણ કરવા. ડરશો નહીં — કાદુની ગોતણ કરવા એટલે કે કાદુના બહારવટાની કહાણીઓ ઢૂંઢવા. ત્યાં એક જીવતો સાહેદ બેઠો હતો.