શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/જો —

Revision as of 15:25, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> નાની નાની નારંગી; નારંગી જો જાડી થાય,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દોડે – કૂદે – ઊડે


નાની નાની નારંગી;
નારંગી જો જાડી થાય,
રાતો આભે ચાંદો થાય!

હળવા હળવા રૂના પૉલ,
પૉલ હવામાં ઊડતા જાય,
ધોળાં ધોળાં વાદળ થાય!

તડ તડ તડ તડ તણખા થાય;
એ તણખા જો ઊંચે જાય,
આભે તગ તગ તારા થાય!

બાળકના હસવાની છોળ;
ઊછળતી જો આભે જાય,
ગુલબી ગુલબી સવાર થાય.

*