શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮. પંખી
Revision as of 12:54, 7 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. પંખી|}} <poem> પંખી કો’ આંધળું, ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યુ...")
૮. પંખી
પંખી કો’ આંધળું,
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખથી સ્હેજ ઊડી–પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.
(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)