શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૨. ઢળતાં ઢળતાં ઢળી
Revision as of 12:54, 8 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૨. ઢળતાં ઢળતાં ઢળી|}} <poem> ઢળતાં ઢળતાં ઢળી આંખ આ કયા ઊંડાણે વ...")
૫૨. ઢળતાં ઢળતાં ઢળી
ઢળતાં ઢળતાં ઢળી
આંખ આ કયા ઊંડાણે વળી? –
નહીં અજવાળાં, નહીં અંધારાં
નહીં તલ, નહીં કિનારા,
સતત ઊછળતાં મોજાં વચ્ચે
એણે કર્યા ઉતારા,
મોતીની રઢ ફળી! –
હર શ્વાસે સમદરને વીંટતો,
ઉકેલતો ઉચ્છ્વાસે,
ગગન આખુંયે રોમરોમમાં
લખ લખ અકળ ઉજાશે,
હદ અનહદમાં ગળી! –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૯૧)