શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/તો —
Revision as of 12:23, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તો —|}} <poem> વેંત વધું તો આભે જઉં, વેંત ઘટું તો દરિયો થઉં. આભે જ...")
તો —
વેંત વધું તો આભે જઉં,
વેંત ઘટું તો દરિયો થઉં.
આભે જઉં તો ચાંદો થઉં,
દરિયો થઉં તો મોતી દઉં.
ચાંદો થઉં તો સૌનો થઉં,
મોતી દઉં તો સૌને દઉં.