શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/તો —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તો —


વેંત વધું તો આભે જઉં,
વેંત ઘટું તો દરિયો થઉં.

આભે જઉં તો ચાંદો થઉં,
દરિયો થઉં તો મોતી દઉં.

ચાંદો થઉં તો સૌનો થઉં,
મોતી દઉં તો સૌને દઉં.

*